| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

કડવું સત્ય

જીવન માં ક્યારેય કોઇને પોતાના કરતા નાના કે ઉતરતા ના સમજશો.

એક કીડી તમારા ગાલ ઉપર બચકુ ભરી શકે છે, પણ તમે કીડી ના ગાલ ઉપર બચકુ નહી ભરી શકો.

એક મચ્છર તમારુ લોહી પી શકે છે, પણ તમે મચ્છર નું લોહી નહી પી શકો.

એક કુતરુ તમને બચકુ ભરી જશે, પણ તમે એ કુતરા ને બચકુ ભરવા નહી જઇ શકો. અને જશો તો બચકુ ભરી ને પણ એનું કશુ બગાડી નથી શકવાના.

Advertisements

Filed under: | રમૂજ |

નાના મોટા નિર્ણયો

Orkut – ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટી ના ફોરમ માંથી….

સંતા એ બંતા ને પૂછ્યું – યાર, તાર સુખી લગ્ન જીવન નું રહસ્ય શું છે?
બંતા – જો ભાઈ, તમારે રિસ્પોન્સીબીલીટી વહેચી લેવી જોઈએ. બંને એ એક બીજા નો આદર કરવો જોઈએ.
સંતા – એટલે? એ કેવી રીતે?
બંતા – જો, મારા ઘર માં બધા મોટા નિર્ણયો હું જ લઉં છું. અને નાના નાના નિર્ણયો મારી પત્ની લે છે, અમે બંને એક બીજા ની વાત માં કદી દાખલ નથી કરતા.
સંતા – કોઈ ઉદાહરણ આપી સમજાવ…
બંતા – નાની નાની વાતો જેવી કે … કઈ કાર લેવી? કયો સોફો લેવો? કયું TV લેવું? ક્યાં લેટલા રૂપિયા બચાવવા? ગામ ક્યારે જવું? નોકરાણી રાખવી કે નહિ? આ બધું મારી પત્ની નક્કી કરે છે અને હું તેમાં વચ્ચે નથી પડતો.
સંતા – તો પછી તું શું કરે છે?
બંતા – હું માત્ર મોટા નિર્ણયો લઉં છું, જેમ કે અમેરિકા એ ઈરાક પર આક્રમણ ક્યારે કરવું જોઈએ? તેલ ના ભાવ ક્યારે કેટલા વધવા જોઈએ? સચિન તેન્ડુલકરે રીટાયર થવું જોઈએ કે નહિ? વગેરે… અને મારી પત્ની ને મારા આ નિર્ણયો માં કદી વાંધો નથી હોતો…..

Filed under: | સરદારભાઇ |

હલવા

Orkut – ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટી ના ફોરમ માંથી….

 

ડોક્ટર : સંતાજી આપકે તીન દાંત ટૂટ ગયે હૈ. એસા કૈસે હુઆ ?

સંતા : બીવી ને નઈ રેસીપી સે હલવા બનાયા થા. ઉસકો ખાને સે ઐસા હુઆ.

ડોક્ટર : તો હલવા ખાને સે મના કર દેતે ..

સંતા : ઐસા કરતા તો  તીન કી જગહ પુરે કે પુરે ટૂટ જાતે…..

Filed under: | સરદારભાઇ |

દિલ કી ધડકન

સંતા એની ગર્લ ફ્રેન્ડ સાથે ગાર્ડન માં બેઠો હતો.
ગર્લ ફ્રેન્ડ – જાનું, કુછ ઐસા કહો કે મેરે દિલ કી ધડકને તેઝ હો જાયે …
સંતા – ભાગ, તેરા બાપ આ રહા હૈ.

Filed under: | રમૂજ |

મોકે પે ચોકા

સંતા એ બંતા ને લાફો માર્યો
સંતા : મારા કયું? મેરી ક્યાં ગલતી હૈ?
સંતા : તું સાલા ગલતી કરે ઉસકા મે ઇન્તઝાર કરું? મૈ મૌકા નહિ દેતા …

ઇસે કહેતે હૈ મોકે પે ચોકા….

Filed under: | સરદારભાઇ |

ફોક્ષ એન્ડ વીન્ટર

Orkut – ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટી ના ફોરમ માંથી….

ટીચર(મનીયા ને) : “Fox નું બહુવચન શું થાય?”
મનીયો : ”Winter”
ટીચર :  “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય”
મનીયો : “તો Winter એટલે શિયાળો થાય …!!!

Filed under: | રમૂજ |

||||||||||||||| SCRATCH here

છોકરાઓ… ધ્યાન આપો
પરીક્ષા માં લખવાની નવી સિસ્ટમ
તમારા પેપર માં આ રીતે લાઈનો દોરો

||||||||||||||||||||||||||||

અને નીચે લખો..
SCRATCH here to read the answer.

Filed under: | રમૂજ |

પીઝા

એક છોકરો વરસતા વરસાદ માં તોફાની રાતે ડોમિનોઝ પીઝા માં પીઝા લેવા ગયો.
કાઉન્ટર મેને એને સવાલ કર્યો : યાર, તારે કોઈ ગર્લફ્રેન્ડ છે કે ?
છોકરો : નહિ તો શું આવી તોફાની વરસાદી રાત માં મારી માં મને પીઝા લેવા મોકલવાની હતી?

Filed under: | રમૂજ |

શાહરુખ ખાન + ગુજરાતી

શાહરુખ ખાન ગુજરાતી કુટુંબમા જન્મ્યો હોત તો એની ગુજરાતી ફિલ્મો ના નામ કેવા હોત………??????

રાજુ બન ગયા જેન્ટલ મેન  –  રાજુડીયો સુધરી ગયો

કભી હા કભી ના  –  આનાકાની

ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની  –  આપણે તો ભૈ ગોમડીયા

ચલતે ચલતે  –  હેંડ ભૈ હેંડ

મારું નામ પટેલ છે  –  માય નેમ ઇસ ખાન

માથા ભારી  –  ડોન

મંગો વાળંદ  –  બિલ્લુ બાર્બર

હા બાપુ હા  –  યેસ બોસ

હૈયું તો ઘેલું છે  –  દિલ તો પાગલ હૈ

જીગર વાળો બાયડી લયી જાહે  –  દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

ભાયડો  – બાજીગર

ભગવાને મેળ પાડ્યો  –  (રબ ને બનાદી જોડી)

પોપટ – મેના  –  વીર જ્હારા

 

Filed under: | રમૂજ |

આઇ.પી.એલ. પરીક્ષા

ક્રિકેટરો માં આઇ.પી.એલ. 20-20 ના લીધે બહુજ સુધારો જણાવા લાગ્યો છે.

એજ રીતે જો સ્કુલ કે કોલેજ માં પણ પરીક્ષા માં આઇ.પી.એલ. ની જેમ થોડા નીયમો સુધારવામાં આવે તો ઘણુ સારુ પરીણામ આવી શકે છે.

નીયમો :

1) દરેક પેપર દોઢ કલાક નું જ હોવુ જોઇએ.

2) દર 30 મિનીટે અંદર અંદર વાત કરવા માટે બ્રેક.

3) પહેલી 30 મિનિટ પાવર પ્લે જેમા સુપરવાઇસરે ક્લાસ મા નહી રહેવાનું.

4) દરેક પેપર માં એક ફ્રી હિટ જેમાં સ્ટુડન્ટ એની મરજી મુજબ નો જવાબ લખી શકે.

જો આટલા નીયમો રાખવા માં આવે તો પરીક્ષા આઇ.પી.એલ. કરતા પણ વધારે ફેમસ થઇ જશે.

 

Filed under: | રમૂજ |

| મુલાકાતીઓ |

  • 20,457 વાચકોએ મુલાકાત લીધી.

| પાનાઓ |

| તારીખ પ્રમાણે |

ડિસેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
%d bloggers like this: