| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

ઠીક લાગી

પ્રથમ જોયુ તો મને આંખો તારી ઠીક લાગી,
તે આંખ મારી ને મને બીક લાગી,
તારા બાપા એ જોયુ ને મારા સ્કુટર ની કીક લાગી,
ભાગવા ગયો તો પાછળ થી ગાય ની ઢીક લાગી..

Advertisements

Filed under: | શેરો શાયરી |

કિસ્મત

– એક મીત્રના ઇ-મેઇલમાં આવેલી શાયરીઓ માંથી  –

કિસ્મત અજમાવી ચુક્યો છું
તકદીર અજમાવી રહ્યો છું
એક બેવફા ની માટે
રિક્ષા ચલાવી રહ્યો છું

મારી જીન્દગી ઉપર એક અહેસાન કરી દો
એક બેનામ મહોબ્બત મારા નામ કરી દો
એક સવારે મળો અને એને સાંજ કરી દો
અને એ સાંજ સુધી મારા ઘરનું કામ તમામ કરી દો

 

 

Filed under: | શેરો શાયરી |

રમૂજી મુક્તકો

જુદા જુદા રોજગારમાં રોકાયેલ વ્યક્તિ પોતાના પ્રેમનો એકરાર પોતાની ભાષામાં કેવી રીતે વ્યક્ત કરે છે તેની પરના રમૂજી મુક્તકો !!

[1] સુથાર———————-
છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે

[2] લુહાર———————–
ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે –
રોજ બદલાતી હથોડી હોય છે !

[3] ટપાલી———————-
તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું
તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !

[4] ટાલ ધરાવનાર——————
હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

[5] સેલ્સમેન———————
સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.

Filed under: | રમૂજ |, | શેરો શાયરી |

દર પર સનમ

તેરે દર પર સનમ હજાર બાર આયેંગે…

તેરે દર પર સનમ હજાર બાર આયેંગે…

હરબાર ડોરબેલ બજાયેંગે ઓર ભાગ જાયેંગે…

Filed under: | શેરો શાયરી |

બધુજ કરતો

હું તારા માટે બધુજ કરતો … હું તારા માટે બધુજ કરતો …

પણ મારે થોડું કામ હતું…..

હું તારા માટે ડુબી મરતો….  હું તારા માટે ડુબી મરતો….

પણ શરદીથી મારૂ નાક જામ હતું….

Filed under: | શેરો શાયરી |

પપ્પુ પાસ હો ગયા

સ્કુલમેં ઇશ્ક કા નયા માહોલ હો ગયા…

સ્કુલમેં ઇશ્ક કા નયા માહોલ હો ગયા…

ક્લાસ ટીચરકો પપ્પુસે પ્યાર હો ગયા..

યે સુનકર સારી ક્લાસ કા દીલ ઉદાસ હો ગયા…

સારી ક્લાસ ફેઇલ ઓર પપ્પુ પાસ હો ગયા…

Filed under: | શેરો શાયરી |

યાદ આવે તો

મારા મર્યા પછી મારા દોસ્તો આમ રડ્યા નહી કરવાનું

મારા મર્યા પછી મારા દોસ્તો આમ રડ્યા નહી કરવાનું

મારા ગયા પછે જો મારી બહુજ યાદ આવે તો

સીધા ઉપર ચાલ્યા આવવાનું

Filed under: | શેરો શાયરી |

કેટલા પડે છે ?

તુ હસે છે જ્યારે જ્યારે,
ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે.
હું બેઠો બેઠો વિચારૂ છું
કે હું બેઠો બેઠો વિચારૂ છું કે
મારા સિવાય આ ખાડામાં કેટલા પડે છે ?

Filed under: | શેરો શાયરી |

ત્રાસ

ડુબતા જીવનના તમે શ્વાસ છો,
કહું કેમ કે તમે કંઇક ખાસ છો,
તમે ફૂલ નહી પણ જમીન ઉપર ઉગતા ઘાસ છો.
સાચ્ચુ કહું તો તમે બહુજ મોટા ત્રાસ છો.

Filed under: | શેરો શાયરી |

જસ રસ કસ

જીવનમાં જસ નથી,
પ્રેમમાં રસ નથી,
ધંધામાં કસ નથી,
જવું છે સ્વર્ગમાં,
પણ સ્વર્ગની કોઇ બસ નથી.

Filed under: | શેરો શાયરી |

| મુલાકાતીઓ |

  • 20,889 વાચકોએ મુલાકાત લીધી.

| પાનાઓ |

| તારીખ પ્રમાણે |

નવેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
%d bloggers like this: