| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

||||||||||||||| SCRATCH here

છોકરાઓ… ધ્યાન આપો
પરીક્ષા માં લખવાની નવી સિસ્ટમ
તમારા પેપર માં આ રીતે લાઈનો દોરો

||||||||||||||||||||||||||||

અને નીચે લખો..
SCRATCH here to read the answer.

Advertisements

Filed under: | રમૂજ |

પીઝા

એક છોકરો વરસતા વરસાદ માં તોફાની રાતે ડોમિનોઝ પીઝા માં પીઝા લેવા ગયો.
કાઉન્ટર મેને એને સવાલ કર્યો : યાર, તારે કોઈ ગર્લફ્રેન્ડ છે કે ?
છોકરો : નહિ તો શું આવી તોફાની વરસાદી રાત માં મારી માં મને પીઝા લેવા મોકલવાની હતી?

Filed under: | રમૂજ |

શાહરુખ ખાન + ગુજરાતી

શાહરુખ ખાન ગુજરાતી કુટુંબમા જન્મ્યો હોત તો એની ગુજરાતી ફિલ્મો ના નામ કેવા હોત………??????

રાજુ બન ગયા જેન્ટલ મેન  –  રાજુડીયો સુધરી ગયો

કભી હા કભી ના  –  આનાકાની

ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની  –  આપણે તો ભૈ ગોમડીયા

ચલતે ચલતે  –  હેંડ ભૈ હેંડ

મારું નામ પટેલ છે  –  માય નેમ ઇસ ખાન

માથા ભારી  –  ડોન

મંગો વાળંદ  –  બિલ્લુ બાર્બર

હા બાપુ હા  –  યેસ બોસ

હૈયું તો ઘેલું છે  –  દિલ તો પાગલ હૈ

જીગર વાળો બાયડી લયી જાહે  –  દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

ભાયડો  – બાજીગર

ભગવાને મેળ પાડ્યો  –  (રબ ને બનાદી જોડી)

પોપટ – મેના  –  વીર જ્હારા

 

Filed under: | રમૂજ |

આઇ.પી.એલ. પરીક્ષા

ક્રિકેટરો માં આઇ.પી.એલ. 20-20 ના લીધે બહુજ સુધારો જણાવા લાગ્યો છે.

એજ રીતે જો સ્કુલ કે કોલેજ માં પણ પરીક્ષા માં આઇ.પી.એલ. ની જેમ થોડા નીયમો સુધારવામાં આવે તો ઘણુ સારુ પરીણામ આવી શકે છે.

નીયમો :

1) દરેક પેપર દોઢ કલાક નું જ હોવુ જોઇએ.

2) દર 30 મિનીટે અંદર અંદર વાત કરવા માટે બ્રેક.

3) પહેલી 30 મિનિટ પાવર પ્લે જેમા સુપરવાઇસરે ક્લાસ મા નહી રહેવાનું.

4) દરેક પેપર માં એક ફ્રી હિટ જેમાં સ્ટુડન્ટ એની મરજી મુજબ નો જવાબ લખી શકે.

જો આટલા નીયમો રાખવા માં આવે તો પરીક્ષા આઇ.પી.એલ. કરતા પણ વધારે ફેમસ થઇ જશે.

 

Filed under: | રમૂજ |

ભુખડી બારસ

એક પિઝા પાર્લર માં એક છોકરો અને તેની ગર્લ ફ્રેન્ડ બેઠા બેઠા પીઝા ખાતા હતા.

છોકરી એના બોય ફ્રેન્ડ ને : આમ ધારી ધારી ને શું જુવે છે ?

છોકરો : પિઝા ધીરે ધીરે ખા ભુખડી બારસ મારે એક ટાણું છે.

 

Filed under: | રમૂજ |

Orkut – ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટી ના ફોરમ માંથી….

Orkut – ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટી ના ફોરમ માંથી….

 

ગુનાશોધક યંત્ર વિશે તમે શું જાણો છો ?’
‘ઘણું જાણું છું.’
‘કઈ રીતે ?’
‘એકની સાથે હું પરણ્યો છું.’
*********

એક દુકાન પર બોર્ડ હતું : ‘અહીં તમામ ભાષાઓમાં ઝેરોક્સ કરી આપવામાં આવશે.’
*********

સતીશ : ‘તને તારી ભૂલ ઉપર કોઈએ અભિનંદન આપ્યા છે ?’
વિવેક : ‘હા, મારાં લગ્ન વખતે અભિનંદનનો વરસાદ વરસ્યો હતો !’
*********

Filed under: | રમૂજ |

મરઘી ના બી

સંતા (દુકાનદાર ને) : ૧ મહિના પહેલા મેં તમારે ત્યાંથી મરઘી માટેના બી ખરીદ્યા હતા.

દુકાનદાર : તો એમાં કોઈ ખરાબી છે?

સંતા : મહિના થી ખેતર માં વાવ્યા છે. મરઘી ઉગતી જ નથી.

 

Orkut – ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટી ના ફોરમ માંથી….

Filed under: | રમૂજ |

હીતેશભાઇ રબારી એ મોકલેલી અમુક વ્યંગ

gujarati.ramuj@gmail.com ઉપર હીતેશભાઇ રબારી એ મોકલેલી અમુક વ્યંગ

_________________________________

દીકરી તો વ્હાલ નો દરિયો – ને દીકરો બોર નો ઠળીયો

_________________________________

રોજ ટ્રેનમાં અપ-ડાઉન કરવાવાળાઓ માટે જે છેલ્લા ટાઇમે ટ્રેન પકડે છે
ઉઠો, જાગો અને ટ્રેન પ્રાપ્તિ માટે મંડ્યા રહો.

_________________________________

એક રિક્ષામાં પેસેન્જર સીટ ની સામે લખ્યુ હતુ
ભારતની સંસ્ક્રુતિ વિશ્વમાં વખણાય છે
સભ્યતાથી બેસજો, કાચમાં દેખાય છે
_________________________________

ૐ સસ્તીનાહ ઇન્દ્રો

દુધ પી ગ્યો મીંદડો
_________________________________

પહેલુ સુખ તે જાતે નર્યા,
ને ઘર ચોખ્ખુ જો પોતા કર્યા
_________________________________

નારી તુ નરનારી
અમે ટોસ અને તમે ખારી

_________________________________

દુધનો દાઝ્યો છાશને ફુંક મારીને પીવે
સુપનો દાઝ્યો કોલ્ડકોકો ને ફુંક મારી ને પીવે
_________________________________

વંદે માતરમ, ખિસ્સા કાતરમ્
ઇન્કલાબ ઝિંદાબાદ,
કોલર પકડી, બોચી દાબ
_________________________________

હમારી માંગે પુરી કરો
પુરી નહીતો રોટ્લીતો કરો!
_________________________________

ૐ ૐ હરી હરી કુછ ભી હો જાય પણ Don’t worry..

__________________________________________________________________________________

Filed under: | રમૂજ |

જુઠ્ઠુ બોલવા માં વાન્ધો

છગન – મગન ને : યાર મગન તારા જેટલા વખાણ કરુ તેટલા ઓછ છે.

મગન : ચાલ આખરે તને સમજાયુ ખરુ કે મારી કદર કરવી જોઇએ.

છગન : ના યાર મને હવે એ સમજ પડી ગઇ છે કે મુરખ ની સામે જુઠ્ઠુ બોલવા માં કશો વાન્ધો નથી.

Filed under: | રમૂજ |

અમીર ની ગરીબી

એક વાર એક સ્કુલ માં એક અમીર ની છોકરી ને ગરીબ ઉપર નિબંધ લખવનુ કહ્યુ.

એણે નિબંધ શરુ કર્યો…..એક ગરીબ કુટુંબ હતુ. એમા બાપા પણ ગરીબ, માં પણ ગરીબ અને એમના ચાર છોકરાઓ પણ ગરીબ. એમનુ એક મોટુ મકાન પણ ગરીબ ના ઘર જેવુ હતુ. એમની પાસે એક મોટી મોટર કાર હતી એ પણ તુટેલી ગરીબ જેવી. એમના ચાર છોકરા ઓ ને એમનો ગરીબ ડ્રાઇવર પણ એ જ કાર માં સ્કુલે મુકવા જતો હતો. ચારેય છોકરાવ બિચારા ગરીબ હતા એટલે એમની પાસે આઇ ફોન જેવા મોબાઇલ પણ સેકંડ હેંડ હતા. આ કુટુંબ એટલુ ગરીબ હતુ કે બહાર મોટી હોટલ મા પણ અઠવાડિયા મા ત્રણ ચાર વખત જ ખાવ જતા હતા……………..

 

Filed under: | રમૂજ |

| મુલાકાતીઓ |

  • 20,991 વાચકોએ મુલાકાત લીધી.

| પાનાઓ |

| તારીખ પ્રમાણે |

જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   માર્ચ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
%d bloggers like this: