| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

કોણ જાણે શુંય થશે ???

રાવણના મર્યા પછી એને ઉપરની કોર્ટમાં બોલાવવામાં આવ્યો.

વકીલ (રાવણને) : તમે ?ગીતા ઉપર હાથ મુકી ને કહો કે જે કહેશો એ સાચ્ચુ કહેશો.

રાવણ : ના ભાઇ ના.  હું ગીતા ઉપર હાથ નહી મુકુ.

વકીલ : કેમ ?

રાવણ : મેં નીચે ખાલી સીતા ઉપર હાથ મુક્યો હતો એમાં તો મેં મારો જીવ ગુમાવ્યો હતો અને હવે હું ગીતા ઉપર હાથ મુકીશ તો કોણ જાણે શુંય થશે  ???

hit.gif

Advertisements

Filed under: | રમૂજ |

છોકરી ના જવાબો

જ્યારે કોઇ છોકરો કોઇ છોકરી ને પ્રપોઝ કરે ત્યારે સામે છોકરી ના શું જવાબો હોઇ શકે.. ?

એમાના કેટલાક જવાબો  અહિ છે.

1)  ના [ ચોખ્ખા શબ્દોમાં  🙂  ]

2) મે ક્યારેય નહ્તુ વિચાર્યું કે તમે મારા વિશે આવું વિચરો છો.

3) હું તો તમને કાયમ એક સારા મિત્ર તરીકેજ જોતી હતી અને તમે ? ….

4) સોરી હું તો પહેલાથી જ એંગેજ છું.

5) હું આવી બધી વાતોમાં નથી માનતી. તારૂ ભણવામાં ધ્યાન લગાવ.

6) હજું હું તમને બરાબર જાણતી નથી.

7) પણ તમે તો મને બેન કહીને બોલાવતા હતા ને ?

8) હું આ સંબન્ધ માટે હજુ પુરી રીતે તૈયાર નથી.

9) હું મારી બહેંપણી ને પુછી ને જવાબ આપીશ.. (એમા બહેનપણી ને પુછવાની શું જરૂર છે એ ખબર નથી પડતી )

10 ) આટલી વાત કહેવામાં આટલો બધો ટાઇમ લાગ્યો.

11) આ વાત બન્ને ના દિલમાં છે પછી શું કહેવાનું ?

12) સોરી ( બસ આટલુ કહી ને કશીજ વાત નહી કરે )

13) તારૂ મોઢું જોયું છે અરીસામાં કોઇ દીવસ ? ( જાણે પોતે રોજ અરીસાની સામેજ બેસી રહેતી હોય )

14) હું તો તમને મારા ભાઇ માનતી હતી.

15) અરરે .. પહેલા કીધુ હોત તો… હવે તો ઘણું મોડુ થઇ ગયું. મેં તમારા મીત્ર ને હા પાડી દિધી.

16) તમે પહેલા મળ્યા હોત તો હું વિચારતી..

17) તારી આવી હિમ્મત કેવી રીતે થઇ મારા વિશે આવું વિચારવાની ?  (કદાચ આના પછી એક લાફો પણ પડી જાય 🙂  )

18) મારે વિચારવાનો સમય જોઇએ છે.

છોકરો : કેટલો ?

છોકરી : ખબર નથી.

19) પણ હું તો તમારા નાના ભાઇ ને પ્રેમ કરૂ છું.

20) કશું પણ બોલ્યા વગર હસ્યા કરશે ( જાણે એની સામે કોઇ જોકર ઉભો હોય )

21) તુ મારા માટે શું કરી શકે ?

22) મને પ્રપોઝ કરવામાં કયો નમ્બર છે ?

23) તમારા વિશે આવું વિચાર્યુંજ નથી.

24) મારા ભાઇ સાથે વાત કરી લો એ તમને સમજાવશે.

25) (ગુસ્સામાં) કેમ મારી બહેનપણીએ ના પાડી ?

26) જે કહેવું હોય એ જલ્દી કહો. મારી પાસે ટાઇમ નથી.

27) કદાચ હું એંગેજ છું ( પોતાનું શુ છે એજ એને ખબર નથી હોતી )

28) મેં તમારા વિશે આવું કોઇ દિવસ નથી વિચાર્યું. આપણે એક સારા મિત્ર તરીકે ના રહી શકીએ ?

29) તે મારામાં એવું તો શું જોયું કે તે મને પ્રપોઝ કર્યું ? ( પછી એ જે વસ્તુ તમે જોઇ હશે એ પણ ગણાવશે અને જે નહી જોઇ હોય એ પણ બોલાવશે )

30) ના. તમે બધા છોકરાઓ એક સરખાજ હોવ છો. (ખબર નહી આ જવાબ આપી ને છોકરી શું કહેવા માંગતી હોય છે ? )

31) તને તો પ્રપોઝ કરતા પણ નથી આવડતું. પહેલી વખત કરે છે ? કંઇ વાંધો નહી હું તને શીખવાડીશ.

Filed under: | રમૂજ |

દર પર સનમ

તેરે દર પર સનમ હજાર બાર આયેંગે…

તેરે દર પર સનમ હજાર બાર આયેંગે…

હરબાર ડોરબેલ બજાયેંગે ઓર ભાગ જાયેંગે…

Filed under: | શેરો શાયરી |

બધુજ કરતો

હું તારા માટે બધુજ કરતો … હું તારા માટે બધુજ કરતો …

પણ મારે થોડું કામ હતું…..

હું તારા માટે ડુબી મરતો….  હું તારા માટે ડુબી મરતો….

પણ શરદીથી મારૂ નાક જામ હતું….

Filed under: | શેરો શાયરી |

પપ્પુ પાસ હો ગયા

સ્કુલમેં ઇશ્ક કા નયા માહોલ હો ગયા…

સ્કુલમેં ઇશ્ક કા નયા માહોલ હો ગયા…

ક્લાસ ટીચરકો પપ્પુસે પ્યાર હો ગયા..

યે સુનકર સારી ક્લાસ કા દીલ ઉદાસ હો ગયા…

સારી ક્લાસ ફેઇલ ઓર પપ્પુ પાસ હો ગયા…

Filed under: | શેરો શાયરી |

યાદ આવે તો

મારા મર્યા પછી મારા દોસ્તો આમ રડ્યા નહી કરવાનું

મારા મર્યા પછી મારા દોસ્તો આમ રડ્યા નહી કરવાનું

મારા ગયા પછે જો મારી બહુજ યાદ આવે તો

સીધા ઉપર ચાલ્યા આવવાનું

Filed under: | શેરો શાયરી |

ચિઠ્ઠી

ડોક્ટર (પાગલ ને) : શું લખે છે ભાઇ ?

પાગલ : ચિઠ્ઠી.

ડોક્ટર : કોને લખે છે ?

પાગલ : હું મને પોતાને જ લખુ છું.

ડોક્ટર : સારૂ, તો મને કહેતોય કે તે શું લખ્યું છે કાગળ માં ?

પાગલ : અરે સાહેબ, મને હજુ આ કાગળ મળ્યો છે ક્યાં ? મળશે પછી ખબર પડશે ને કે શું લખ્યું છે ?

Filed under: | રમૂજ |

ટીચર માટે ચશ્મા

આંખ ના ડોક્ટર : પપ્પુ તુ ચશ્મા કેમ બનાવડાવવા માંગે છે ?

પપ્પુ : જી, હુ મારા ટીચર માટે ચશ્મા બનાવવા માંગુ છું.

ડોક્ટર : કેમ ટીચર માટે ?

પપ્પુ : કારણકે એ મને કાયમ ગધેડો ગધેડો કહ્યા કરે છે. શું હું એમને ગધેડો દેખાઉં છું ?

 

Filed under: | રમૂજ |

કમળા નો ઇલાજ

દર્દી : ડોક્ટર સાહેબ તમે પાક્કી ખાતરી કરી ને કહો છો ને કે મને કમળો છે ? બાકી તો મે ઘણા એવા ડોક્ટર પણ જોયા છે કે ઇલાજ તો કમળા નો કરતા હોય પણ દર્દીના રામરામ બીજી કોઇ બીમારી થી બોલી ગયા હોય.

ડોક્ટર : અરે તમે ગભરાશો નહી શ્રીમાન, હું જો કમળા નો ઇલાજ કરતો હોય તો દર્દી ના રામરામ પણ કમળા ને લીધેજ બોલી જતા હોય છે.

Filed under: | રમૂજ |

स्वास्थ्य का सवाल

डॉक्टर को दिखाने व दवाई लेने के बाद मरीज जैसे ही जाने लगा
डॉक्टर (मरीज से)- भाई साहब, फीस के 30 रुपए तो देते जाइये?
मरीज (डाक्टर से) – मेरे पास 30 रुपए नहीं है।
डॉक्टर (मरीज से) – तो फिर 20 रुपए ही दे दीजिए।
मरीज (डाक्टर से) – मेरे पास 20 रुपए भी नहीं है।
डॉक्टर (मरीज से) – अच्छा तो 10 रुपए ही दे दो।
मरीज (डाक्टर से)- डॉक्टर साहब, आप दस रुपए की बात कर रहे हैं। मेरे पास तो एक पैसा भी नहीं है।
डॉक्टर (मरीज से) – अगर, तुम्हारे पास पैसे नहीं हैं, तो इतने बड़े और मंहगे अस्पताल में आने की क्या जरूरत थी?
मरीज (डाक्टर से) – जहां मेरे स्वास्थ्य का सवाल होता है वहां मैं पैसे-वैसों की परवाह नहीं करता।

Filed under: | હીન્દીમાં |

| મુલાકાતીઓ |

  • 20,991 વાચકોએ મુલાકાત લીધી.

| પાનાઓ |

| તારીખ પ્રમાણે |

જાન્યુઆરી 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
%d bloggers like this: