| H i l h i l a r i o u s |-| નર્મમર્મ |

Icon

છોડના મત

31122007.jpg

પકડે રહેના…. છોડના મત.

Advertisements

Filed under: | વ્યંગ ચીત્ર |

શું કહેશો ?

જો એક સ્ત્રી સ્વર્ગમાં ઉભી હોય તો તમે એને શું કહેશો ?

………….. પરી.

………………………

…………………………………

………………………………………………

……………………………………………………………..

હવે જો ઘણી બધી સ્ત્રીઓ સ્વર્ગમાં ઉભી હોય તો શુંકહેશો ?

………………… પરીઓ નો મેળો.

………………………………..

…………………………………………

………………………………………………………..

………………………………………………………………………………..

અને હવે જો પ્રુથ્વી ઉપરની બધીજ સ્ત્રીઓ સ્વર્ગમાં હોય તો તમે શું કહેશો ?

……………………………………………….

………………………………………………………………..

………………………………………………………………………………………….

………………………………………………………………………………………………………………..

……………………………………………………………………………..

………………………………………………………

………………………………………….

…………………………..

સીમ્પલ યાર…. પ્રુથ્વી ઉપર મહાશાંતી  

Filed under: | રમૂજ |

પાણીમાં નશો

પાણીમાં વ્હીસ્કી ઉમેરોતો નશો ચડે છે.

પાણીમાં રમ ઉમેરો તો નશો ચડે છે.

પાણીમાં બ્રાન્ડી ઉમેરો તો નશો ચડે છે.

પાણીમાં દારૂ ઉમેરો તો નશો ચડે છે.

એટલે સાલુ પાણીમાં જ કંઇક ગરબડ છે.

Filed under: | શેરો શાયરી |

इंजेक्शन

मरीज (डॉक्टर से)- डॉक्टर साहब, आपका कुत्ता भौंक रहा है और काटने के इरादे से मेरे आगे पीछे घूम रहा है।

डॉक्टर (मरीज से)- आप थोड़ा सहयोग कर ले।

दरअसल बात यह है कि मेरे पास कुत्ता काटने के सौ इंजेक्शन धूल खा रहे हैं, जिनकी एक्सपायरी डेट इस महीने की अंतिम तारीख है।

Filed under: | હીન્દીમાં |

How To Wash T-Shirt

28122007.jpg

છે ને એક્દમ પરફેક્ટ રસ્તો તમારી ટી-શર્ટ ધોવાનો……  🙂

Filed under: | વ્યંગ ચીત્ર |

ચાલાક

એક વખત એક હજામ એની દુકાનમાં એના એક ગ્રાહકની હજામત કરી રહ્યો હતો.

એટલામાં એક નાનો છોકરો એની દુકાન માં દાખલ થયો.

એટલે હજામે એના ગ્રાહક ને કીધુ કે જુઓ હું આ છોકરો એક્દમ ડફોળ છે એવું સાબીત કરી શકું છું.

ગ્રાહક : એ કેવી રીતે ?

હજામ : જુઓ. (અને પછી હજામે એના ગલ્લા માંથી એક દસ રૂપિયા ની નોટ કાઢી અને બે રૂપિયા ના બે સીક્કા કાઢ્યા.)

અને પછી એક હાથમાં દસ રૂપિયા ની નોટ મુકી અને બીજા હાથમાં બે રૂપિયા ના બે સીક્કા મુક્યા અને પછી છોકરા ને પુછયું કે આ બે માંથી શું જોઇએ છે ?

એટલે છોકરાએ ફટ દઇને સિક્કા લઇ લીધા અને જતો રહ્યો.

આ જોઇને હજામે કહ્યું કે જોયુ એણે દસ રૂપિયા ની નોટ ના લીધી અને સીક્કા લઇ ને જતો રહ્યો પછી એ ડફોળ કહેવાય કે નહી ?

ગ્રાહક એનું કામ પતાવીને બહાર નિકળ્યો ત્યારે એ છોકરો સામેથી મોઢામાં ચોકલેટ નાખી ને આવતો જોયો.

એટલે એણે એ છોકરાને ઉભો રાખી ને પુછ્યું કે તે દસ રૂપિયાની નોટ કેમ ના લીધી ?

છોકરાએ જવાબ આપ્યો કે એ હજામે કાલે પણ મારી સાથે આ રમત રમી હતી ત્યારે મે દસ રૂપિયાની જ નોટ ઉઠાવી હતી.

ગ્રાહક : પછી ?

છોકરો : પછી શું…… એ ખેલ ત્યાંજ ખતમ થઇ ગયો હતો.

Filed under: | રમૂજ |

તોફાની પપ્પુ

પપ્પુ એક દીવસ સવારે રસોડામાં એની મમ્મી રસોઇ બનાવતી હતી ત્યાં ગયો.

પપ્પુની બર્થ-ડે નજીક આવતી હતી એટલે એ એના તોફાની મગજ માં વીચારતો હતો કે આ સમય ઘણોજ સરસ છે કંઇક માંગવા માટે.

પપ્પુ : મમ્મી, મારે આ વખતે મારી બર્થ-ડે ઉપર એક મસ્તન સાઇકલ જોઇએ છે.

(આમ તો પપ્પુડીયો ઘણો તોફાની હતો. અવરનવાર એની સ્કુલ માંથી એની ફરીયાદો અવ્યા કરતી હતી. )

મમ્મી :  જો પપ્પુ તુ તારી બર્થ-ડે ઉપર સાઇકલ જોઇતી હોય તો તુ ભગવાન ને એક કાગળ લખી ને જણાવ કે તે તારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી કેટલા સારા અને કેટલા ખરાબ પરાક્રમો કર્યા છે. તે તારી સ્કુલ માં કેવું વર્તન કર્યુ  છે. અને પછી જો ભગવાન ને લાગશે કે તને સાઇકલ મળવી જોઇએ તો ભગવાન તને જરૂરથી સાઇકલ આપશે.

આટલુ સાંભળીને પપ્પુ ભગવાન ને લેટર લખવા એની રૂમમાં જતો રહ્યો.

________________________________________________________________________________________

લેટર 1

વ્હાલા ભગવાન,

કેમ છો ? તમે ત્યાં મજા માં હશો. હું પણ અહીં મજા માં છું.

જણાવવાનું કે હુ મારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી ઘણોજ સારો છોકરો રહ્યો છું.

હું મારી સ્કુલ માં પણ રેગુલર રહ્યો છું અને મારું હોમવર્ક પણ રેગુલર કરતો રહ્યો છું  જેની નોંધ લેશો અને મારી આ બર્થ-ડે પર મને એક નવી સાઇકલ મોકલાવશો.

લાલ કલરની સાઇકલ મોકલવાશો તો મને વધારે ગમશે.

તમારો માનીતો,

પપ્પુ.

________________________________________________________________________________________

પણ પપ્પુ ને ખબર હત્તી કે એણે શુ પરાક્રમો કર્યા છે અને એના વીશે કેવી ફરીયાદો થયેલી છે.

એટલે એણે એ લેટર ફાડી નખ્યો અને બીજો લેટર લખવા બેઠો.

________________________________________________________________________________________

લેટર 2

વ્હાલા ભગવાન,

કેમ છો ? તમે ત્યાં મજા માં હશો. હું પણ અહીં મજા માં છું.

જણાવવાનું કે હુ મારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી ઘણોજ સારો છોકરો રહ્યો છું.

મેં મારૂ હોમવર્ક ભલે રેગુલર નથી કર્યુ પણ હું સ્કુલ માં એકદમ રેગુલર રહ્યો છું અને સ્કુલ માં કોઇ તોફાન પણ નથી કર્યા.

ઉપર જણાવેલી બાબતો ની નોંધ લેશો અને મને મારી આ બર્થ-ડે ઉપર એક સાઇકલ મોકલાવશો.

તમારો વ્હાલો,

પપ્પુ.

________________________________________________________________________________________

પણ પપ્પુ જાણતો હતો કે એણે લેટરમાં જે લખ્યું તે સાચ્ચુ નથી.

એટલે એણે એ લેટર ફાડી નખ્યો અને ત્રીજો લેટર લખવા બેઠો.

________________________________________________________________________________________

લેટર 3

માનનીય ભગવાન,

કેમ છો ? તમે ત્યાં મજા માં હશો. હું પણ અહીં મજા માં છું.

જણાવવાનું કે હુ મારી છેલ્લી બર્થ-ડે થી આજ સુધી ઘણોજ સારો છોકરો રહ્યો છું.

અને હું મારી સ્કુલ માં પણ રેગુલર રહ્યો છું.

મને મારી આ બર્થ-ડે ઉપર મારી માટે સાઇકલ મોકલવાશો.

તમારો માનીતો અને વ્હાલો,

પપ્પુ.

________________________________________________________________________________________

હવે પપ્પુ ને એ પણ ખબર હતીકે આ બધુ પણ સાચ્ચુ નથી.

એટલે એણે એ લેટર પણ ફાડી નખ્યો અને પછી ચોથો લેટર લખવા બેઠો.

________________________________________________________________________________________

વ્હાલા ભગવાન,

તમે ત્યાં મજા માં હશો.

મને ખબર છે કે મેં મારી છેલ્લી બર્થ-ડે થી અત્યારે સુધી કેવા કેવા પરાક્રમો કર્યા છે.

મને એ પણ ખબર છે કે હું મારી સ્કુલ માં કેટલો રેગુલર છું અને મારૂ હોમવર્ક પણ કેટલું કરેલુ છે.

છતા પણ આ વરસ મારી બર્થ-ડે ઉપર એક સાઇકલ જોઇએ છે જે મોકલાવવા નમ્ર વિનંતી.

તમારો માનીતો,

પપ્પુ.

________________________________________________________________________________________

પણ પપ્પુ ને પાક્કી ખાતરી હતી કે આ બધુ લખેલું છે એમા કેટલુ સાચ્ચુ છે. અને એને એ પણ ખાતરી હતી કે આ વસ્તુ એને સાઇકલ નહીં અપાવી શકે.

એટલે એણે ચોથો લેટર પણ ફાડી નખ્યો.

________________________________________________________________________________________

હવે પપ્પુ એકદમ અપસેટ થઇ ગયો.

પપ્પુ હવે ઉભો થઇ ને એના રૂમ માંથી નીકળી ને બહાર એની મમ્મી પાસે ગયો અને ઉદાસ ચહેરે મમ્મી ને કહ્યું કે મમ્મી મારે મંદીરે જવું છે.

મમ્મી ને લાગ્યું કે પપ્પુ ને એની ભુલો ઉપર પસ્તાવો થયો હોઇ એ ભગવાન પાસે માફી માંગવા માંગે છે.

એટલે એની મમ્મી એને લઇ ને મહાદેવજી ના મંદીર મા ગઇ.

પપ્પુ મંદીર માં જઇને બેઠો અને ભગવાન ને પગે લાગ્યો પછે આજુ બાજુ એની ચકોર નજર ફેરવી ને જોયું કે કોઇ જોતુ તો નથી ને. અને પછી ધીરે રહી ને એણે ત્યાં એક ગણેશજી ની નાની મુર્તી હતી તે એના ખીસ્સા માં મુકી દીધી.

હવે પપ્પુ ખુશ જણાતો હતો એટલે પપ્પુ અને એની મમ્મી બંને ઘરે પાછા આવી ગયા.

ઘરે આવતાંજ પપ્પુ દોડી ને એની રૂમમાં જતો રહ્યો અને ખીસ્સામાંથી ગણેશજી ની મુર્તી કાઢી ને ટેબલ ઉપર મુકી.

હવે પપ્પુ એ ફાઇનલ લેટર લખ્યો.

________________________________________________________________________________________

લેટર 5 (ફાઇનલ)

ભગવાન,

હું પપ્પુ,

મેં તમારા છોકરા ને કીડ્નેપ કરી લીધો છે.

જો તમે એમને મળવા માંગતા હોય તો મને મારી આ બર્થ-ડે ઉપર લાલ કલરની સાઇકલ મોકલાવશો.

પપ્પુ.

________________________________________________________________________________________

Filed under: | રમૂજ |

એરર

એક જુવાનિયો સીગારેટ ફુંકતો હતો ને હવામાં ધુમાડા ના ગોટા ઉડાવતો હતો.

એની સાથેની એની દોસ્ત એ ધૂમાડાથી ગૂંગળાઇ ને બોલી

તે કદી સીગારેટ ના બોક્ષ ઉપર ની ચેતવણી વાંચી છે ખરી ?

‘સીગારેટ પીવી એ તબિયત ને માટે હાનીકારક છે.’

‘ડિયર હું કોમ્પુટર પ્રોગ્રામર છું. આવી ચેતવણીથી અમે ડરતા નથી

અમે ડરીએ છીએ તો ફક્ત એરર થી.

Filed under: | રમૂજ |

ફાયદો

એક દર્દી (ડોક્ટર ને) : ડોક્ટર સાહેબ હું રોજ 25 રૂપિયાની દવા લઉ છું પણ મને કશો ફાયદો થતો નથી.

ડોક્ટર : કઇ વાંધો નઇ કાલથી તમે રોજ 15 રૂપિયાની દવા લેજો રોજ 10 રૂપિયાનો ફાયદો

Filed under: | રમૂજ |

ચોરી કેવી રીતે કરી ?

જજ (ચોર ને) : શું તે ચોરી કરી છે ?

ચોર (જજ ને) : હા જજ સાહેબ.

જજ : તે ચોરી કેવી રીતે કરી ?

ચોર : રહેવાદો ને જજ સાહેબ, હવે આ ઉંમર માં ચોરી કરવાનું શીખી ને શું કરશો તમે ?

Filed under: | રમૂજ |

| મુલાકાતીઓ |

  • 20,991 વાચકોએ મુલાકાત લીધી.

| પાનાઓ |

| તારીખ પ્રમાણે |

ડિસેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   જાન્યુઆરી »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
%d bloggers like this: